તમિલ ફિલ્મ 'બિગીલ' એ કરી 5 દિવસમાં 200 કરોડની કમાણી
મુંબઈ: તહેવારની સીઝનમાં રિલીઝ થયેલ તમિળ સુપરસ્ટાર વિજયની ફિલ્મ 'બિગિલ' માત્ર પાંચ દિવસમાં જ 200 કરોડ રૂપિયાની દુનિયાભરનો આંક પાર કરી ગઈ છે.ફિલ્મ વિશ્લેષક સુમિત કદલે ટ્વીટ કર્યું હતું કે, '' બિગગિલ'એ પાંચ દિવસમાં વૈશ્વિક સ્તરે 203 કરોડ રૂપિયાની કમાણી કરી છે. થલાપથી વિજયે અજેય વિજયનો દરો ચાલુ રાખ્યો છે. "ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ડોટ કોમના જણાવ્યા મુજબ, એટલી કુમાર નિર્દેશિત આ ફિલ્મે વિશ્વવ્યાપી ધૂમ મચાવી છે. આ ફિલ્મ આશરે 4,200 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.'બિગિલ' એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે, જેમાં વિજય પિતા અને પુત્રની ડબલ ભૂમિકામાં છે. એક પિતા તરીકે તે સ્થાનિક ડોનની ભૂમિકા નિભાવતો જોવા મળે છે અને એક પુત્ર તરીકે તે મહિલા ફૂટબોલ ટીમનો કોચ છે. અભિનેતાએ કોચની ભૂમિકા નિભાવવાની તાલીમ પણ લીધી હતી.