સાવ સરળ પાત્રો ભજવવા ગમતાં નથીઃ પ્રિયા બાપટ
અભિનેત્રી પ્રિયા બાપટ મરાઠી ફિલ્મોની ખુબ જ લોકપ્રિય અભ્નિેત્રી છે. તેણે અનેક સિરીયલો અને મરાઠી વેબ શો પણ કર્યા છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રિયા મુન્નાભાઇ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઇમાં કેમીયો કરતી જોવા મળી હતી. પણ હવે તે હિન્દી વેબ સિરીઝ 'માયાનગરી-સિટી ઓફ ડ્રીમ્સ'ની બીજી સિઝનમાં ખાસ ભુમિકા નિભાવી રહી છે. પ્રિયા કહે છે મને કોઇપણ ભુમિકાઓ ભજવવાની તક મળે છે એ કામ કરવા મારી પુરતી તૈયારી હોય છે. પરંતુ જો ભુમિકા પડકારજનક હોય તો જ હું એ કામ કરુ છું. સાવ સરળ પાત્રો ભજવવાની મને મજા આવતી નથી. વેબ સિરીઝમાં કામ કરવાના અનુભવ વિશે પ્રિયા કહે છે કે ફિલ્મો જેવું જ અહિ લાગે, પરંતુ વેબમાં તમે તમારા પાત્રમાં વધુને વધુ ઉંડા ઉતરી શકો. સર્જનાત્મકતાનો પુરો આનંદ લઇ શકો. એક ભવમાં અનેક ભવ જીવી લેવાની તક મળે છે, એ કારણે જ હું અભિનેત્રી બની છું. પ્રિયા પોતાના દરેક પાત્રો માટે સંશોધન કરે છે અને પછી જ કામ કરે છે.