ફિલ્મ જગત
News of Friday, 31st May 2019

'પંગા' માટે તૈયારી કરી રહી છે કંગના

ફિલ્મ નિર્દેશક અશ્વિની ઐયર તિવારે ટ્વિટર પર કંગના રનોૈતની એક તસ્વીર પોસ્ટક રી છે. જેમાં કંગના કાળા ટ્રેક પેન્ટ અને સફેદ ટી-શર્ટમાં છે. કંગના હવે ફિલ્મ 'પંગા'ની તૈયારી કરી રહી છે. મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી પછી કંગના વધુ એક વખત પોતાની અભિનય ક્ષમતા દેખાડવા આતુર છે. પંગા ફિલ્મના એક દ્રશ્ય માટે કબડ્ડીની પ્રેકટીસ કંગનાએ કરી હતી. પંગા ફિલ્મ કબડ્ડી ખેલાડીની જિંદગી દર્શાવશે. જસ્સી ગીલ, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને નીના ત્રિપાઠી જેવા કલાકારો પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે. ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૦માં રિલીઝ થશે. રેમો ડિસુઝાની સ્ટ્રીટ ડાન્સર થ્રીડી સાથે આ ફિલ્મની ટક્કર થાય તેવી શકયતા છે. જેમાં વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂર મુખ્ય રોલમાં છે.

(9:54 am IST)