ફિલ્મ જગત
News of Thursday, 31st May 2018

કૌન બનેગા કરોડપતિ સીઝન-10 શોનો ફર્સ્ટ પ્રોમો વિડિઓ રિલીઝ

અમિતાભ ડબલ રોલમાં : શોના થીમ સૉન્ગમાં બિગ બીનો નેચરલ અંદાજ

મુંબઈ :સોનીનો ફેમસ શો 'કૌન બનેગા કરોડપતિ' તેની ૧૦ મી સીઝન સાથે વાપસી કરી રહ્યો છે શોની આ સીઝન માટે રજીસ્ટ્રેશન ૬ જૂને રાત્રે ૮:૩૦ વાગ્યાથી શરુ થઇ જશે'કૌન બનેગા કરોડપતિ શો નો ફર્સ્ટ પ્રોમો વિડીયો રિલીઝ કરાયો છે જેમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં નજર આવી રહ્યા છે.અને શોની થીમના આધારે એક સોંગ ગઈ રહ્યા છે. વિડીયોને સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે.

 અહેવાલ મુજબ આ સીઝનમાં લગભગ ૩૦ એપિસોડ હશે અને આ સીઝન ફક્ત ૧૦ અઠવાડિયા સુધી ચાલશે. શોની ૯ મી સીઝન પણ લોકપ્રિય બની હતી અને તેનો જીયો જેકપોટ રાઉન્ડ દર્શકો ખૂબ રમ્યા હતા. શોમાં પાર્ટીસિપેટ કરવાની પ્રક્રિયા વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. કેબીસીની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં થઇ હતી, ત્યારથી અત્યાર સુધી બિગબી આ શો હોસ્ટ કરે છે.

(1:15 am IST)