ફિલ્મ જગત
News of Thursday, 31st May 2018

પિતા બોની કપૂર પુત્ર અર્જુન માટે બનાવશે ફિલ્મ

મુંબઈ:ફિલ્મ પ્રોડયુસર બોની કપુર ફરી એકવાર પોતાના પુત્ર અર્જુન કપુર સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા છે. તેઓ એક મસાલા ફિલ્મ બનાવશે જેનુ શુટિંગ આગામી વર્ષે શરુ થશે. પહેલા એક્શન ડ્રામા ફિલ્મ તેવરમાં પ્રથમ વખત પિતા-પુત્રએ એક સાથે કામ કર્યુ હતું. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ બોની કપુર અને અર્જુન કપુર લાંબા સમયથી એકસાથે કામ કરવાનુ પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ એક સારી સ્ક્રિપ્ટની તલાશમાં હતા. ત્યારે હવે તેમને એક સ્ક્રિપ્ટ મળી ગઈ છે જેના પર કામ કરવાનુ તેમણે નક્કી કર્યુ છે.

  ફિલ્મનુ નિર્માણ બોની કપુર ઝી સ્ટુડિયો સાથે મળીને કરશે. ઝી સ્ટુડિયો પ્રોડક્શન હાઉસ કરણ જોહર સાથે મળીને અર્જુન કપુરની બહેન જ્હાન્વી કપુરની ડેબ્યુ ફિલ્મ ધડકને પણ પ્રોડયુસ કરી રહ્યુ છે. ત્યારે હવે અર્જુનની આગામી ફિલ્મ માટે ડાયરેક્ટર અને અન્ય કલાકારોની શોધ શરુ કરી દેવામાં આવી છે. બોની કપુરે અહેવાલોની પુષ્ટી કરતા જણાવ્યુ હતું કે, હાં હું અર્જુન સાથે એક ફિલ્મ કરી રહ્યો છું, જેમાં હું ઝી સ્ટુડીયો સાથે મળીને પ્રોડયુસ કરીશ આ અંગે અન્ય બાબતો નક્કી થયા બાદ તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. મહત્વનુ છે કે અર્જુન કપુરે તાજેતરમાં વિપુલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ માટેનુ શુટિંગ પરિણીતી ચોપડા સાથે પુરુ કર્યુ છે. ફિલ્મ ઓક્ટોબરમાં રીલીઝ થશે.

(4:43 pm IST)