૩પ૦ મહિલાઓ સાથે શયનસુખ માણ્યું છે : 'સંજુ'ના ટ્રેલરમાં મોટા ખુલાસા
સંજય દત્તની જીંદગીનું કડવું સત્ય છે ફિલ્મમાઃ ટ્રેલર લોન્ચ
નવી દિલ્હી, તા. ૩૧: સંજય દત્તની બાયોપીક ફિલ્મ 'સંજુ'નું ૩ મિનિટનું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં સંજય દત્તની જીંદગીના અનેક કડવા સત્યો બતાડવામાં આવ્યા છે. ટ્રેલરમાં સંજય દત્તની ભૂમિકા ભજવતા રણબીર કપુરે અનેક સનસનીખેજ ખુલાસા કર્યા છે.
ટ્રેલરમાં એક સીન બતાડાયો છે જેમાં સંજય દત્ત માન્યતા સાથે વકીલ સાથે વાત કરે છે. વકીલ તેને પત્નીની હાજરીમાં પૂછે છે કે અત્યાર સુધી કેટલી મહિલાઓ સાથે શયનસુખ માણ્યું છે તો સંજુ કહે છે કે પ્રોસ્ટીટયુટ (ગણિકા) ને પણ ગણતરીમાં લઉ કે તેને અલગ રાખંુ-ચાલો સાથે જ રાખંુ છું. ૩૦૮ સુધી યાદ છે. ચાલો સેફટી માટે ૩પ૦ લખી લ્યો. ટ્રેલરમાં સંજુએ ડ્રગ્સ લેની શરૂઆતના પણ ખુલાસા કર્યા છે. અંડરવર્લ્ડની વાત પણ તે જણાવે છે. સંજય દત્તની બાયોપીક ફિલ્મ 'સંજુ'માં તેની જીંદગીના તડાકા-છાયાની વાત છે.