ફિલ્મ જગત
News of Thursday, 31st May 2018

શ્રધ્ધા, ક્રિતી, પરિણીતી નહિ ફાતિમા થઇ ફાઇનલ

સિધ્ધાર્થ મલ્હોત્રા અને દંગલ ગર્લ ફાતિમા સના શેખ પહેલી વખત સાથે જોવા મળી શકે છે. ફિલ્મ 'શોટગન શાદી'ના નિર્માતાઓેએ સિધ્ધાર્થ સાથે ફાતિમાને લેવા માટે ફાતિમાનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં અગાઉ સિધ્ધાર્થ સાથે શ્રધ્ધા કપૂર અને બાદમાં ક્રિતી સેનનને સાઇન કરવામાં આવી હતી. પણ કોઇપણ કારણોસર આ બંને અભિનેત્રી ફિલ્મ માટે હા નહી કહી શકતાં છેલ્લે પરિણીતી ચોપડાને લેવામાં આવી હતી. પરિણીતીને આ સ્ક્રિપ્ટ ખુબ ગમી હતી, પણ તેની પાસે તારીખો ન હોઇ તે હા કહી શકી નહોતી. સિધ્ધાર્થ અને પરિણીતી અગાઉ હંસી તો ફંસી ફિલ્મમાં સાથે કામ કરી ચુકયા છે. છેલ્લે નિર્માતા એકતા કપૂરે ફાતિમા સાથે સંપર્ક કર્યો ે. તે લાંબા સમયથી એકતા સાથે કામ કરવા ઇચ્છતી હતી. હવે આ રોલ માટે ફાતિમા ફાઇનલ થઇ ગઇ છે અને ભોજપુરી ભાષા શીખવા માંડી છે.

(7:55 pm IST)