ફિલ્મ જગત
News of Tuesday, 31st January 2023

વિષય દિલને સ્‍પર્શી જનારો છેઃ સુમિત

અભિનેતા સુમિત વ્‍યાસ અનેક ફિલ્‍મો અને વેબ શોમાં કામ કરી ચુક્‍યો છે. હવે તે રકુલ પ્રીતસિંહ સાથે ફિલ્‍મ છત્રીવાલીમાં કામ કરી રહ્યો છે. તે કહે છે મારે મારા પરિવારજનો સાથે એવા કોઇ સમિકરણ નથી કે હું તેમની સાથે સેક્‍સ વિશે ચર્ચા કરી શકું. રોની સ્‍ક્રૂવાલા નિર્મિત આ ફિલ્‍મનું નિર્દેશન તેજસ પ્રભા વિજય દેઓસકરે કર્યુ છે. ફિલ્‍મ જી ફાઇવ પર રીલીઝ થઇ છે. સુમીતે કહ્યું હતું કે આ ફિલ્‍મનો વિષય દિલને સ્‍પર્શી જનાર છે અને કેટલાક માટે ચર્ચા ન કરી શકાય એવી સ્‍ટોરી છે. વર્તમાન સમયમાં સેફ સેક્‍સ એજ્‍યુકેશન અને એના પ્રત્‍યાઘાત પર ચર્ચા કરવી જરૂરી છે. સ્‍કૂલમાં અને ઘરમાં આ વિષય પર મુક્‍તપણે ચર્ચા નહોતા કરી શકતા. આજે પણ મને નથી લાગતું કે મારા પેરન્‍ટ્‍સ સાથે એવાં સમીકરણ હોય કે હું તેમની સાથે સેક્‍સ અને એને સંબંધિત અન્‍ય વિષયો પર ચર્ચા કરી શકું. મિડલ ક્‍લાસ ફેમિલીમાં હું મોટો થયો હતો અને અમને એટલી આઝાદી નહોતી કે અમે સેક્‍સ વિશે વાતો પણ કરી શકતા હતા.

(10:19 am IST)