ફિલ્મ જગત
News of Monday, 30th November 2020

જુહી સાથે રોજ સેટ પર આવે છે તેનો ૧૫ માસનો દિકરો

અભિનેત્રી જુહી અસલમ હાલમાં ટીવી શો એ મેરે હમસફરમાં તનુ બુઆનો રોલ નિભાવી રહી છે. કલાકારોને સેટ પર કામ કરવા ઉપરાંત પરિવારજનો સાથે પણ સંકલન જાળવી રાખવું પડે છે. જુહી અસલમ આ બાબતે કહે છે કે મારા દિકરાનું નામ રહિમ છે અને તે પંદર મહિનાનો જ છે. આ કારણે મારે તેને શુટીંગના સેટ પર લઇ આવવો પડે છે. અહિ તે સંપુર્ણ રીતે મારી સાથે હોવાનો આનંદ લઇ શકે છે. મારો મેકઅપ થતો હોય ત્યારે તે મારા ખોળામાં જ બેસે છે. હું જ્યારે મારા દ્રશ્યના શુટીંગ માટે જાઉ છું ત્યારે તે મોબાઇલ ફોન પર તેનો ગમતો કાર્ટૂન શો જોવે છે. મારા પતિ એ વખતે તેને જમાડે પણ છે. રહિમ શોના અન્ય કલાકારો નિલુ વાઘેલા, રિશીના કંધારી, હીના સહિતની સાથે રમતો પણ રહે છે. નીલુ વાઘેલાએ તેને ચોકલેટ આપતાં તેની સાથે દોસ્તી થઇ ગઇ હતી. તે કયારેક મેકઅપ રૂમમાં સુઇ પણ જાય છે. હું જે દિવસે તેને સેટ પર ન લાવુ ત્યારે બધા તેના વિશે પુછતા રહે છે. જુહી એક દિવસે પોતાના ડાયલોગ વાંચીને અભ્યાસ કરતી હતી ત્યારે દિકરો રહીમ તેને જોઇને હસતો હતો.

(9:33 am IST)