ફિલ્મ જગત
News of Monday, 30th November 2020

નવી ફિલ્મનું ડિસેમ્બરમાં શુટીંગ શરૂ કરશે આદિત્ય

આદિત્ય રોય કપૂરને ચાહકો આશિકી બોયથી વધુ ઓળખે છે. જો કે તેણે બીજા પણ અનેક પ્રકારના રોલ નિભાવી અભિનય ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં તેણે જન્મદિવસ ઉજવ્યો હતો અને સાથે નવી ફિલ્મનું એલાન કર્યુ હતું. તે હવે જે ફિલ્મમાં કામ કરવાનો છે તેનું નામ 'ઓમ ધ બેટલ વિથ ઇન' છે. ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો, અહેમદ ખાન અને શાયરા ખાન મળીને કરશે. નિર્દેશનનું કામ કબીર વર્માને સોંપાયું છે. ડિસેમ્બરમાં આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જશે અને ૨૦૨૧માં રિલીઝ કરી દેવામાં આવશે. આદિત્યએ ટ્વિટર પર નવી ફિલ્મની જાહેરાત કરતાં જ આ મેસેજ વાયરલ થઇ ગયો હતો. અનુરાગ બાસુની લૂડોમાં પણ આદિત્યએ દમદાર અભિનયની છાપ છોડી છે. ચાહકો હવે આદિત્યની ઓમ ફિલ્મ માટે ઉત્સુક છે. આદિત્ય આ ફિલ્મમાં પણ કંઇક અલગ જ લઇને આવશે તેવી આશા છે.

(9:31 am IST)