ફિલ્મ જગત
News of Friday, 30th October 2020

અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલ ભોપાલમાં: સવારે 3.30 વાગ્યે ગાડી માં મેકઅપ કર્યો

સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાન કેટલીક તસવીરો શેર કરી

મુંબઈ : અભિનેત્રી સ્વરા ભાસ્કરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, અને પોતાના અટપટા વિચારો બધાની સામે રાખે છે. જેના કારણે તેને ઘણી વાર ટ્રોલનો સામનો કરવો પડે છે. સ્વરા ભાસ્કરા આજકાલ ભોપાલમાં છે, અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 વીડિયોમાં તે એક કારમાં મેકઅપ કરતી જોવા મળી રહી છે. સ્વરા ભાસ્કરે સવારે 3:30 વાગ્યે, શૂટિંગ માટે તૈયાર થવુ પડ્યુ હતુ. હાલમાં જ ભોપાલ શહેરમાં, વેબ ફિલ્મ 'મીમાંસા' નુ શૂટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરા મુખ્ય ભૂમિકામાં છે. સ્વરા ભાસ્કરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું - 'બેશક, અમે બેહાલ હતા ! સવારના 3:30 વાગ્યા હતા. તે એકદમ રેન્ડમ છે, "બીહાઈન્ડ ધ સીન" જોયેલા દ્રશ્યો વચ્ચે શું થાય છે. મેં વિચાર્યું કે, હું દરેકની ટાઈમ લાઈન ને સ્પેન કરું - કેમ કે.. કેમ નહિ ?!?! રેન્ડમ. '

વીડિયોમાં સ્વરા ભાસ્કરા પોતાનો મેકઅપ, કારમાં કરાવી રહી છે, અને તેણે શાલ ઓઢી છે. વીડિયોમાં તે કહે છે કે,' હું ઠાકુર બની ગઈ છું. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાન કેટલીક તસવીરો શેર કરી છે. સ્વરાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું - 'ઇન્તજાર વચ્ચે કેટલાક શોટ્સ, શોટ્સ, ભોપાલ, બેક ટુ વર્ક.'

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરા ઘણી વાર તેના ટ્વિટ્સને લઈને ચર્ચામાં રહે છે. સ્વરા સોશિયલ મીડિયા પર સક્રિય બોલિવૂડ સેલેબ્સમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર રાજકીય અને બિન-રાજકીય વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. સ્વરા ભાસ્કરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ 'મધોલાલ કીપ વોકિંગ' થી અને તે નીલ બટે સન્નાટા, તનુ વેડ્સ મનુ, રાંઝણા અને વીરે દી વેડિંગ જેવી તેજસ્વી ફિલ્મોમાં પણ નજર આવી છે. સ્વરા ભાસ્કરા, મિરાન્ડા હાઉસ કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે. જ્યારે તેમણે જેએનયુમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે

(1:23 pm IST)