ફિલ્મ જગત
News of Monday, 30th September 2019

જોઈ લો બિગ બોસ સીઝન- ૧૩ના સ્પર્ધકો

મુંબઈ : 'બિગ બોસ'ની સીઝન-૧૩ની ગઈ કાલથી શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે શોમાં મોટા ભાગે સેલિબ્રિટીઝ જોવા મળશે. આ વખતે બિગ બોસનું હાઉસ એની પાછલી સીઝનની જેમ લોનાવલામાં નહીં, પરંતુ મુંબઈમાં બનાવવામાં આવ્યું છે. આ શો સોમવારથી શુક્રવાર દરમ્યાન રાત્રે સાડાદસ વાગ્યે દેખાડવામાં આવશે. શનિવાર-રવિવારે આ શો રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ થશે. બિગ બોસના કન્ટેસ્ટન્ટ પર એક નજર નાખીએ.

સિદ્ઘાર્થ શુકલા : 'બાલિકા વધ્'માં શિવના પાત્રમાં જોવા મળ્યો હતો. આ અગાઉ તેણે વરુણ ધવન અને આલિયા ભટ્ટની 'બદરીનાથ કી દુલ્હનિયા'માં પણ ખાસ ભૂમિકા ભજવી હતી.

દેવોલીના ભટ્ટાચાર્જીઃ  દેવોલીના ભટ્ટાચાર્જી 'સાથ નિભાના સાથિયા'માં ગોપી બહૂના રોલમાં જોવા મળી હતી.

રશ્મિ દેસાઈઃ રશ્મિ દેસાઈ 'ઉતરન'માં જોવા મળી હતી. આ સિરિયલમાં જ તેને તેનો લાઈફ-પાર્ટનર પણ મળ્યો હતો. જોકે તેમના ડિવોર્સ થઈ ચૂકયા છે.

દલજિત કૌરઃ દલજિત કૌરે 'કુલ વધૂ વધુ' શોથી કરીઅરની શરૂઆત કરી હતી. તે ઝી ટીવી પર આવતા 'ગુડ્ડન  તુમસે ના હો પાએગા' શો છોડીને 'બિગ બોસ'માં આવી રહી છે.

આરતી સિંહઃ શો 'ગૃહસ્થી' અને 'વારિસ'માં આરતી સિંહ જોવા મળી હતી. તેને લોકો કૃષ્ણા અને અભિષેકની બહેન તરીકે વધુ ઓળખે છે.

કોયના મિત્રા : 'મુસાફિર' અને 'રોડ'માં અગત્યની ભૂમિકા ભજવનારી કોયના મિત્રા પણ આ શોમાં છે. અચાનક ફિલ્મોમાંથી ગાયબ થઈને કોયનાએ આટલો સમય શું કર્યું હતું એ આ શોમાં કદાચ જાણવા મળશે.

સિદ્ઘાર્થ ડેઃ  સિદ્ઘાર્થ ડે રિયલિટી શોનો રાઇટર છે. સલમાન ખાન સાથે તેના સારા સંબંધ છે. તે પોતે આ શોમાં હોવાથી લોકોને કેટલું મનોરંજન પીરસશે એ જોવાનું રહેશે.

માહિરા શર્માઃ માહિરા શર્મા 'કુંડલી ભાગ્ય' અને 'નાગીન'માં જોવા મળી હતી. ટિકટોક પર તેના લાખો ફોલોઅર્સ છે. બોલવામાં બિન્દાસ એવી માહિરાનું વર્તન બિગ બોસના હાઉસમાં કેવુ હશે એ જોવાનું રહેશે.

શેફાલી બગ્ગાઃ એક ન્યુઝ-ચેનલમાં શેફાલી બગ્ગા એન્કર હતી. આવું પહેલી વાર બન્યું છે જયારે કોઈ ન્યુઝ-એન્કરને શોમાં સામેલ કરવામાં આવી હોય.

અબુ મલિકઃ અનુ મલિકનો નાનો ભાઈ છે અબુ મલિક. તેણે અનેક બુક લખી છે. મ્યુઝિક વર્લ્ડમાંથી હંમેશાં કોઈ ને કોઈ સ્પર્ધક હોય છે.

અસીમ રિયાઝ : અસીમ રિયાઝ ફિટનેસ મોડલ છે. તે હંમેશાં પોતાની બોડી દેખાડતો હોય છે. જોકે હાઉસમાં તેનો જાદુ ચાલશે કે નહીં એ તો સમય જ કહેશે.

શહનાઝ કૌર ગિલઃ પંજાબી ફિલ્મોથી આ વર્ષે શહનાઝ કૌર ગિલે કરીઅરની શરૂઆત કરી છે. તે ઝઘડાળુ છે એવું સાંભળવા મળ્યું છે. ઘરમાં જતાં જ તે પોતાનાં રંગ-રૂપ દેખાડશે કે નહીં એ તો થોડા સમય બાદ જાણવા મળશે.

પારસ છાબડાઃ કરીઅરની શરૂઆત 'સ્પિલ્ટ્સ વિલા'ની સીઝન-પાંચથી કરનાર પારસ છાબડાએ અનેક શોમાં ભાગ લીધો હતો. એથી કહી શકાય કે તેને રિયલિટી શોનો આઇડિયા છે.

(3:47 pm IST)