ફિલ્મ જગત
News of Friday, 30th July 2021

અમારૂ સર્વસ્વ લુંટાઇ ગયું

એક રૂમમાં રહેવા મજબુર છે પ્રત્યુષા બેનર્જીના માતા-પિતા : પુત્રીનો કેસ લડવા બધુ ગુમાવ્યું

મુંબઇ,તા. ૩૦: ટેલીવિઝનની પ્રખ્યાત એકટ્રેસ પ્રત્યુષા બેનર્જીનાં નિધન આજે પણ એક રહસ્ય છે. ઘર-ઘરમાં 'આનંદી'નાં નામે ફેમસ થયેલી પ્રત્યુષા એક એપ્રિલ ૨૦૧૬ના દુનિયાને અલવિદા કહી દીધી. તેનું શબ ઘરમાં પંખા પર લટકેલું મળ્યું હતું. ઘટનાની શરૂઆતી તપાસ બાદ પોલીસે આને આત્મહત્યાનો કેસ કહ્યો હતો. પણ દીકરીનાં મોતનાં ૫ વર્ષ બાદ પણ પ્રત્યુષાનાં માતા પિતા આ માનવાં તૈયાર નથી . તેમને આજે પણ લાગે છે કે, તેમની દીકરીની હત્યા થઇ છે. દીકરીને ન્યાય અપાવવામાં તેઓ કંગાળ થઇ ગયા. હવે પરિસ્થિતિ એવી છે કે, એક સમયે મોટા ઘરમાં રહેનારા માતા-પિતા આજે એક રૂમનાં ઘરમાં રહે છે.

માતા-પિતા માટે તેમનાં બાળકની વધીને કંઇ નથી. પ્રત્યુષા બેનર્જીનાં પિતા શંકર બેનર્જી અને મા સોમા બેનર્જીની દીકરી હતી. સપનાંને પાંખો આપવાં તેઓ જમશેદપુરથી મુંબઇ આવી હતી. પણ ઉડન ભરતા પહેલાં જ પ્રત્યુષાએ આ દુનિયાથી વિદાય લઇ લીધી છે. આજ તક સાથેની વાતચીતમાં શંકર બેનર્જીએ તેમનાં જીવનનું સૌથી મોટું દુખ જણાવ્યું છે,

પ્રત્યુષા બેનર્જીનાં પિતા શંકર બેનર્જીએ કહ્યું કે, આ વાત સેનાં પર કરવામાં આવે. અમારું તો બધુ જ લુંટાઇ ગયું છે. અમે જે દિવસે દીકરી ગુમાવી હતી તે દિવસે જ અમારું બધુ જ જતુ રહ્યું હતું. તે ઘટના બધા એવું લાગે છે કે જાણે ભયંકર તોફાન આવ્યું અને અમારું બધુ જ લઇને ચાલ્યો ગયો. કેસ લડતા લડતા અમે બધુ જ ગુમાવી દીધુ. અમારી પેસ એક પણ રૂપિયો નથી બચ્યો. ઘણી વખત તો દેવું કરવાનો વારો આવી ગયો છે.

દીકરીની યાદ કર્યા સીવાય અમારી પાસે કંઇ નથી .તેણે અમને અર્શ સુધી પહોંચાડી હતી અને તેનાં ગયા બાદ હવે અમે ફર્શ પર આવી ગયો છે. હવે એક રૂમમાં રહેવાં અમે મજબૂર થઇ ગયા છીએ અને જીવન જેમ તેમ વિતાવી રહ્યાં છે.

તેમનાં એટલાં આઘાત બાદ પણ હિંમત હારી નથી. તેમણે કહ્યું કે, પૈસાની કમી છે. પણ અમે હિંમત નથી હારી. આમ પણ એક પિતા કયારેય હારતો નથી. હું મારી દીકરી માટે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ. મને આપણી ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે મને આશા છે કે મારી દીકરીને ન્યાય અવશ્ય મળશે. અને અમે જીતી શું. શંકર બેનર્જીએ કહ્યું કે, પ્રત્યુષાની માતા ચાઇલ્ડ કેર સેન્ટરમાં કામ કરે છે. અને હું કંઇક વાર્તાઓ લખતો રહું છું.

(9:56 am IST)