ફિલ્મ જગત
News of Friday, 30th July 2021

તાહિર રાજ ભસીન છે આતુર

અભિનેતા તાહિર રાજ ભસીન હાલમાં નવા શોના શુટીંગમાં વ્યસ્થ બન્યો છે. નેટફિલકસના એક પ્રોજેકટ 'યે કાલી કાલી આંખેં'નું તેણે ડબિંગ કર્યુ હતું.  તેની ફિલ્મ '૮૩' રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત તાપસી પન્નુ સાથેની ફિલ્મ 'લૂપ લપેટા'નું શૂટિંગ પણ તેણે પુરું કરી લીધું છે. તાહિર પાસે સોનાક્ષી સિંહા સાથેની 'બુલબુલ તરંગ' પણ છે.  'યે કાલી કાલી આંખેં'માં તે શ્વેતા ત્રિપાઠી સાથે જોવા મળશે. આ વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે 'મારા પ્રોજેકટનું ડબિંગ પુરું કરીને એને લાઇવ જોવાની ફીલિંગ જ  અલગ હોય છે. આ સમયમાં પોસ્ટ પ્રોોડકશન ખૂબ જ પડકારરૂપ રહ્યું છે અને મારા ક્રૂને મળીને ડબિંગ કરવાની મને ખુશી છે. અમે ખુબ ઝડપથી કામ પુરું કરીને તેને ખુબ ઝડપથી રિલીઝ કરવા પ્રયત્નશીલ છીએ. કોરોના કાળમાં પણ મને કામ મળ્યું હોવાથી હું મારી જાતને સીબદાર સમજુ છું. મારી ફિલ્મો અને સિરીઝને લોકોની સમક્ષ લાવવા માટે હું આતુર છું. યે કાલી કાલી આંખેમાં ભરપુર થ્રિલર જોવા મળશે.

(9:54 am IST)