News of Monday, 30th July 2018
ફિલ્મ 'મનમર્જિયા'ની રિલીઝ ડેટ પાછળ ઠેલવાઈ
મુંબઈ: ફિલ્મ મનમરજિયાની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવતો છે. હવે ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલા આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રિલીઝ થવાની હતી ત્યાર પછી આ ફિલ્મ 21 સપ્ટેમ્બરના રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરી એકવાર આ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરી દેતા હવે આ ફિલ્મ શાહડી કપૂરની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ સાથે ક્લેશ નહીં થાય.
(2:38 pm IST)