‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાળ કલાકારો જુદા-જુદા ક્ષેત્રમાં વધુ ઍક્ટીવઃ ૨૦૦૮થી શોમાં મહત્વની ભુમિકામાં ટપુ સેના
ટપુ, સોનુ, ગોલી, ગુગી સોશ્યલ મીડિયા ઉપર ખુબ જ ઍક્ટિવ
મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યાર સુધીના સૌથી પ્રિય શોમાંથી એક શો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 2008 માં સોની સબ પર શરૂ કરવામાં આવ્યો હતો. જે આજ સુધીના તેમના એપિસોડથી નંબર વન પર યથાવત છે. ટીવી પર 14 વર્ષથી જાદૂ ચલાવનાર શોના પાત્રો પણ ઘણા વર્ષોથી શોને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે. ત્યારે TMKOC ની એ ટપુ ગેંગ જે સૌના પ્રિય પાત્ર છે. તેઓ ક્યાં છે? શું કરે છે? આ ટપુ ગેંગની તસવીર જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ટપુ (ભવ્ય ગાંધી)
ટપુ સેનાના હેડ અને જેઠાલાલના પુત્ર ટપુનું સાચું નામ ભવ્ય ગાંધી છે. ભવ્યએ તારક મહેતા ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભવ્ય સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તેની પોતાની એક Youtube channe પણ છે, જેમાં તે ઘણા રમૂજી વીડિયો શેર કરે છે.
સોનુ (ઝીલ મહેતા)
ઝીલ મહેતાએ વર્ષ 2012 માં શોને બાય બાય કહ્યું હતું. પરંતુ આજે પણ ઝીલની ફેન ફોલોવિંગ ઘણી સારી છે. નાની સોનું હવે ઘણી મોટી થઈ ગઈ છે અને ખુબ જ સુંદર દેખાઈ રહી છે. એક્ટિંગને બાય-બાય કહી ઝીલ હવે મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે.
ગોલી (કુશ શાહ)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનો રોલ કરનારનું સાચું નામ કુશ શાહ છે. કુશ અત્યારે હાલ શો સાથે જોડાયેલો છે. આ શો ઉપરાંત તેણે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ગોગી (સમય શાહ)
ટપુ સેનાનો સૌથી નાનો સભ્ય હવે ઘણો મોટો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 7 વર્ષની ઉંમરથી સમય શાહ શો સાથે જોડાયેલો છે અને આજે પણ શોમાં જોવા મળી રહ્યો છે.
સોનુ (નિધિ ભાનુશાળી)
TMKOC ની બીજી સોનુ નિધિ ભાનુશાળીએ પણ શોથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. શો છોડ્યા બાદ તે ઘણી મોજમસ્તી કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે.