ફિલ્મ જગત
News of Thursday, 30th June 2022

નિર્માણ કાર્યમાં વ્‍યસ્‍ત ભૈરવી દેખાશે વેબ સિરીઝમાં

અભિનેત્રી ભૈરવી રાયચુરાનું નામ આવે એટલે દર્શકો સામે ૧૯૯૫ની ટીવી સિરીયલ હમ પાંચની ટપોરી બ્રાન્‍ડ કાજલભાઇ નજર સામે આવી જ જાય. ભૈરવીએ આ રમતિયાળ ભુમિકા ખુબ સરસ રીતે ભજવી હતી. એ પછી ૨૦૦૮થી ૨૦૧૬ સુધી તે બાલિકા વધૂમાં ધીરગંભીર લાગણીશીલ ભગવતીના પાત્રમાં જાણીતી બની હતી. હવે તે નિર્માણ ક્ષેત્રે વધુ કામ કરી રહી છે. તેની ટીમમાં મહિલાઓ વધુ છે. ભૈરવી લેખિકા જયા મિશ્રા અને દિગ્‍દર્શીકા નંદિતા મહેરની સાથે કામ કરે છે. ભૈરવીની સિરીઝ આધા ઇશ્‍ક પણ ખુબ ચર્ચામાં છે. આ સિરીઝમાં માતા-પુત્રીની બોલ્‍ડ પ્રેમકહાણી દર્શાવાઇ છે. જેમાં મા-દિકરી બંને એક જ યુવકના પ્રેમમાં પડે છે તેની કહાની છે.  આમના શરીફે માતાનો અને પ્રતિભા રંટાએ પુત્રીનો રોલ નિભાવ્‍યો છે. જ્‍યારે પ્રેમીનું પાત્ર ગોૈરવ અરોરાએ ભજવ્‍યું છે. ભૈરવી કહે છે હું નિર્માણમાં વ્‍યસ્‍ત છું પણ કોઇ સરસ પાત્ર વિશે સાંભળુ તો અભિનયની ઇચ્‍છા થઇ આવે છે. આગામી સમયમાં તે વેબ સિરીઝમાં અભિનય કરતી દેખાશે. 

(10:53 am IST)