વિક્રમ ભટ્ટની વધુ એક હોરર ફિલ્મ
હિન્દી ફિલ્મોના ઇતિહાસ જગતમાં હોરર ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે અને તેમાં વિક્રમ ભટ્ટનું નામ સામેલ ના હોય તો વાત બને જ નહીં. બોલીવુડમાં રાઝ જેવી બેસ્ટ હોરર ફિલ્મ વિક્રમ ભટ્ટે આપી છે. ફરીથી વિક્રમ એક હોરર ફિલ્મ લાવી રહ્યા છે. વિક્રમ ભટ્ટે પોતાની અપકમિંગ ફિલ્મ ‘જુદા હો કે ભી'નું ટ્રેલર રિલીઝ કર્યુ છે. જે અત્યંત ડરામણુ છે. બોલક્સ ઓફિસ પર આમ તો લાંબા સમયથી હોરર ફિલ્મ આવી નથી. બોક્સ ઓફિસ પર છેલ્લા લાંબા સમયથી કોઇ હોરર ફિલ્મ આવી નથી. ત્યારે ચાહકોને જબરદસ્ત હોરર ફિલ્મ આપવાની વિક્રમ ભટ્ટ સામે જવાબદારી વધી ગઇ છે. હિન્દી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મના ટ્રેલરમાં તમને કયાંક ને કયાંક ડરનો માહોલ દેખાશે. આમાં ભયજનક સીન્સ અને ભૂતિયા રહસ્યોની વચ્ચે આખુ ટ્રેલર દર્શાવવામાં આવ્યુ છે. સાથે પ્રેમ અને ભૂત વચ્ચેનો સિલસિલો છે. એન્દરિતા રે અને અક્ષય ઓબેરોય મુખ્ય ભુમિકામાં છે.