ફિલ્મ જગત
News of Thursday, 30th June 2022

પહેલા આ પાત્ર માટે દિશા તૈયાર નહોતી

અભિનેત્રી દિશા પરમાર હાલમાં ટીવી શો બડે અચ્‍છે લગતે હૈમાં જોવા મળી છે. આ સિરીયલની કહાનીને પણ આગળ વધારવામાં આવી છે. આ સાથે જ દિશાનું પાત્ર પાંચ વર્ષની પુત્રીની માતા તરીકે દર્શાવાયું છે. દિશા જો કે શરૂઆતમાં પાંચ વર્ષની પુત્રીની માતા બનવા મામલે અવઢવમાં હતી. તે કહે છે આવુ પાત્ર ભજવવા માટે હજુ હું ઘણી નાની હોઉ એમ લાગે છે. મારા લગ્નને માંડ હજી એક વર્ષ થયું છે ત્‍યાં હું મમ્‍મીનો રોલ કરવા ઇચ્‍છતી નહોતી. પણ સિરીયલમાં લીપ આવતું હોઇ અને એ પછીનું મારું પાત્ર શું છે તેના વિશે વાંચ્‍યું ત્‍યારે હું માતાનો રોલ ભજવવા તૈયાર થઇ હતી. દિશાએ ગયા વર્ષે જ ગાયક રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. ટીવી પરદે તે નકુલ મહેતા સાથે રોમાંસ કરતી જોવા મળી રહી છે. દિશા કહે છે અમે બંને કલાકારો છીએ અને અમારે અમારું પાત્ર કઇ રીતે ભજવવાનું છે એ વિશે અમે સારી રીતે જાણીએ છીએ.

(10:54 am IST)