ફિલ્મ જગત
News of Wednesday, 30th June 2021

ગંભીર રહેવું જરૂરી હતું: મોના સિંહ

મોના સિંહને તેના ચાહકો ટીવી શો જસ્સી જૈસી કોઇ નહિ થી ઓળખે છે. ટીવી પરદે કારકિર્દીની શરૂઆત મોનાએ આ શોથી જ કરી હતી. મોના સિંહ હમેંશા હસમુખી અને બબલી ટાઇપ ઇમ્પ્રેશનમાં જ જોવા મળે છે. તેના માટે ગંભીર રહેવું એ બહુ મુશ્કેલ હોય છે. હાલમાં જ મોનાએ એન્ડ ટીવીના શો મોૈકા-એ-વારદાતનું સંચાલન કર્યુ છે. આ શોમાં પોતાની બબલી ટાઇપ ઇમેજ નડતર રૂપ બનશે એવું લાગતાં મોનાએ ગંભીર રહેવા માટે ખુબ જ મહેનત કરી હતી. મોના કહે છે 'હું નક્કી કરતી કે મારે આજે આખા દિવસમાં એક પણ વાર સ્માઇલ નથી કરવી. હું એવું પણ નક્કી કરતી કે આજે દિવસમાં સૌથી ઓછું બોલીશ. આ નિયમો મેં સતત પંદર દિવસ પાળ્યા હતાં અને એ રીતે હું શો સંચાલન વખતે ગંભીર રહેતાં શીખી ગઇ હતી. સિરિયસનેસ માટે મેં મેડિટેશન પણ કર્યુ હતું. મોના કહે છે શો હોસ્ટ કરવામાં તો મોના સિંહ જ રહેવાનું છે એટલે ગંભીર થવું જરૂરી હતું. ગંભીરતાની કિંમત મને પહેલી જ વખત સમજાઇ છે. શૂટિંગ વખતે પણ મોનાને હસવું આવી જાય તો તે હોઠને અંદરની બાજુથી દાંતથી દબાવી દઇ ગંભીર બની જતી હતી.

(10:01 am IST)