ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

કરીના કપૂર ખાન બનશે માં

મુંબઈ :બૉલીવુડ અભિનેત્રી અને સૈફઅલી ખાનની પત્ની કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફિલ્મ વીરે દિ વેડિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે પરંતુ તે આગામી દિવસોમાં માં બનવા જઈ રહી છે  તે ટુંક સમયમાં જ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ તેના બેસ્ટ ફ્રેન્ડ કરન જોહરના બેનર હેઠળ બની રહી છે. આ એક રોમેન્ટીંક કોમેડી ફિલ્મ હશે. જેમાં કરીના સ્ક્રીન પર એક મા નો રોલ નિભાવશે. ફિલ્મની વાર્તા બે કપલની આસપાસની હશે. જેમાં એક ન્યૂલી મેરીડ કપલ હશે અને બીજુ કપલ બાળકો સાથે હશે.

(7:48 pm IST)