ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

અક્ષય કુમારને ફિલ્મ કેસરીના શૂટિંગમાં લાગી લૂ..

મુંબઈ: ફિલ્મ સર્જક કરણ જોહરની બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત ફિલ્મ કેસરીના શૂટિંગ દરમિયાન ટોચના અભિનેતા અક્ષય કુમારને લૂ લાગી હોવાની માહિતી મળી હતી. તાજેતરમાં ઉત્તર ભારતમાં મોટા ભાગનાં સ્થળોએ વધુ પડતી ગરમી અને તાપ હોવાના સમાચાર પ્રગટ થયા હતા. કેસરીનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું હતું. ત્યાં પણ ભારે ગરમી અને અસહ્ય તાપ હતાં. શૂટિંગ દરમિયાન અક્ષયને લૂ લાગી હતી એવું એક યુનિટ મેમ્બરે કહ્યુ ંહતું. જો કે અક્ષયે આ વાતને પોતાની રીતે લીધી હતી અને કહ્યું હતું કે મુંબઇમાં મારે કેટલીક બ્રાન્ડસ્ના શૂટિંગ કરવાના છે એમાં તપેલા તાંબા જેવી (સનટેન્ડ) કાયા દેખાડવાની છે એટલે જે થયું એ સારું થયું. મારે મેકપ દ્વારા સનટેન્ડ દેખાવા કરતાં કુદરતી મારો દેખાવ એવો થઇ ગયો એ સારું થયું. માર્શલ આર્ટસ્ અને મેડિટેશનના અભ્યાસથી અક્ષય ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્વસ્થ રહી શકે છે.  આ ઉંમરે પણ એ ફિટ રહે છે. અનુરાગ સિંઘ નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષયની સાથે પરિણિતી ચોપરા ચમકી રહી છે અને આ ફિલ્મ ૨૦૧૯ની હોળી પર રજૂ કરવાની ફિલ્મ સર્જકની યોજના છે.

(5:02 pm IST)