ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

મને ગમે તેવા રોલ સ્વીકારીને અભિનય કરતી રહી છું: સોનમ કપૂર

મુંબઇ :અભિનેત્રી સોનમ કપૂરે એવો દાવો કર્યો હતો કે હું કદી નામ કે યશની પાછળ પડી નથી. મને ગમે તો રોલ સ્વીકારીને કામ કરતી રહી છું.નીરજા ફિલ્મ માટે નેશનલ એવેર્ડ મેળવનારી આ અભિનેત્રીએ ૨૦૦૫માં ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રાની મુખરજીને લઇને બ્લેક બનાવી રહ્યા હતા ત્યારે સંજયની સહાયક તરીકે કારકીર્દી શરૃ કરી હતી. બે વર્ષ પછી સંજયે એને મુખ્ય રોલ આપીને સાવરિયા ફિલ્મ બનાવી હતી. ત્યારથી સોનમની અભિનેત્રી તરીકેની કારકિર્દીનો આરંભ થયો હતો. છેલ્લાં દસ વરસથી એ અભિનય કરી રહી છે.ઔએણે કહ્યું કે હું ફિલ્મી પરિવારમાં જન્મી છું. અમને પૈસાની કશી કમીના નહોતી. મારા પિતા અનિલ કપૂર ટોચના અભિનેતા અને ફિલ્મ સર્જક રહ્યા છે. એટલે હું પહેલેથી જ નામ કે પૈસાની પાછળ પડી નહોતી. મને ગમે તેવા રોલ સ્વીકારીને અભિનય કરતી રહી છું અને દર્શકોને મારું કામ ગમવાથી હું ટકી રહી છું. સારું કામ કરો એટલે નામ તમારી પાછળ આવે છે એ હું અનુભવે શીખી છું.સોનમે રાજશ્રીની પ્રેમ રતન ધન પાયોમાં સુપર સ્ટાર સલમાન ખાન સાથે અભિનય કર્યો હતો અને હાલ રણનબીર કપૂર સાથે રાજકુમાર હીરાણીની સંજુ ફિલ્મ પણ કરી રહી છે. એની વીરે દી વેડિંગ શુક્રવારે પહેલી જૂને રજૂ થવાની છે.

(5:01 pm IST)