ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

એનિમેટેડ ફિલ્મ ઇન્ક્રેડિબલ ટુમાં કાજોલ આપશે કંઠ

મુંબઇ:અભિનેત્રી કાજોલે તાજેતરમાં ડિઝનીની બાળકો માટેની એનિમેટેડ ફિલ્મ ઇન્ક્રેડિબલ ટુમાં પોતાનો કંઠ ઊછીનો આપ્યો હતો.હેલન પાર ઉર્ફે ઇલાસ્ટિગીરી માટે કાજોલની સેવા લેવામાં આવી હતી. ભારતીય દર્શકોેનાં દિલ જીતી લેવા માટે છેલ્લાં થોડાં વરસથી હોલિવૂડના ફિલ્મ સર્જકો પોતાની સુપરહિટ ફિલ્મોના સંવાદો હિન્દીમાં ડબ કરીને રજૂ કરતા રહ્યા છે જેથી અંગ્રેજી નહીં જાણતા ભારતીય દર્શકો પણ ફિલ્મ માણી શકે.અત્યાર અગાઉ નાના પાટેકર, રણવીર સિંઘ વગેરે કલાકારોેએ હોલિવૂડની ફિલ્મો માટે પોતાનો કંઠ ઊછીનો આપ્યો હતો. હવે એવા કલાકારોમાં કાજોલનો ઉમેરો થયો હતો. કાજોલે કહ્યું કે મને હેલનના પાત્ર માટે કંઠ આપવામાં ઘણી મજા પડી હતી. 'આ ફિલ્મની વાર્તા આપણા જેવા પરિવારની વાતો જેવી જ છે. પરંતુ તો પણ આ પરિવાર જુદો તરી આવે છે' એમ કાજોલે કહ્યુ ંહતું.૨૦૦૪-૦૫માં પહેલી ઇનક્રેડિબલ આવી ત્યારે બે મુખ્ય પાત્રો માટે અનુક્રમે શાહરુખ ખાન અને ટીવી સ્ટાર રક્ષંદા ખાને કંઠ આપ્યા હતા.

(5:01 pm IST)