ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

મલ્ટીસ્ટારર ફીલ 'કલંક'ના સેટ પરથી માધુરીનો ફર્સ્ટ લૂક વાઇરલ

મુંબઈ: કરણ જોહર દ્વારા બનાવવામાં આવતી મટલિસ્ટરર ફિલ્મ કલંકનું શૂટિંગ શરૂ થઇ ગયું છે અને સેટ પરથી માધુરી દીક્ષિતનો પહેલો લૂક વાઇરલ થઇ ગયો છે. આ ફિલ્મમાં વરુણ ધવન. આલિયા ભટ્ટ, સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા છે.તાજેતરમાં જ માધુરીનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક વાઇરલ થયો છે. આ તસ્વીર ઈન્ટરનેટ પર જોવા મળી રહી છે. માધુરીએ આ તસ્વીરમાં બ્લેક કલરના કપડાં પહેર્યા છે. આ ફિલ્મમાં માધુરી એક વેશ્યાનો રોલ ભજવી રહી છે. જે બીજાને કથક ડાન્સ શીખવાડે છે.

(5:00 pm IST)