ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

'રેસ-3'માં અનિલ કપૂરની ધમાકેદાર એન્ટ્રી

મુંબઈ:સિનિયર અભિનેતા અનિલ કપૂરની એન્ટ્રી આગામી ફિલ્મ રેસ થ્રીમાં જોરદાર એક્શન દ્વારા થવાની છે એવી માહિતી મળી હતી.રેસ થ્રીની પહેલી બે કડીમાં અનિલે ઇન્સપેક્ટર આરડીનો રોલ કર્યો હતો અને એ રોલ વખણાયો હતો.પરંતુ ત્રીજી કડીમાં ડાયરેક્ટર બદલાયા હતા તેમ હીરો બદલાયો હતો. સૈફ અલી ખાનના સ્થાને સલમાન ખાન આવ્યો હતો અને એણે વાર્તામાં થોડા ફેરફાર કરાવ્યા હતા. એણેજ અનિલને સમજાવી લીધો હતો કે આ રેસની ત્રીજી કડીમાં તમારો રોલ ઇન્સપેક્ટર આરડીનો નહીં હોય. તમારા રોલમાં હું ચેન્જ લાવવા માગું છું.એક જોરદાર કાર ચેઝના દ્રશ્ય દ્વારા અનિલની એન્ટ્રી થાય છે જ્યારે કાર ભયાનક સ્પીડમાં એની તરફ ધસી આવે છે અને એ વળતો ગોળીબાર કરે છે. ડાયરેક્ટર રેમો ડિસોઝાએ કહ્યું કે મેં હોલિવૂડના ટોચના એક્શન ડાયરેક્ટર ટોમ સ્ટ્રુધર્સ અને અનિલ અર્સુ સાથે મળીને આ એક્શન શોેટની કલ્પના કરી હતી અને અમે સાથે મળીને આ એક્શન દ્રશ્ય તૈયાર કર્યું હતું. અનિલ સરે (અનિલ કપૂરે ) ડબલ વાપરવાની ના પાડી હતી અને અબુ ધાબીમાં આકરી તાલીમ પછી જાતે આ દ્રશ્ય કરી બતાવ્યું હતું.

(4:58 pm IST)