ફિલ્મ જગત
News of Wednesday, 30th May 2018

રોમાન્ટીક વિડીયો સોંગમાં જોવા મળશે નુસરત ભરૂચા

બોલીવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ફરી એક વખત લોકોના દિલમાં રાજ કરવા આવી રહી છે. આતિફ અસલમના એક વિડીયો સોંગ 'બારીસ' માટે નુસરતને લેવામાં આવી છે. તે આ ગીતમાં ડાન્સ કરતી જોવા મળશે. આ એક રોમાન્ટીક ગીત છે અને શુટીંગ પુરૂ થવામાં છે. ગીતના શુટીંગ માટે ટીમ અમેરિકાના લોસ એન્જેલસ ખાતે ગઇ હતી. નુસરતે કહ્યું હતું કે દર્શકો આતિફ અસલમના ગીતોને ખુબ પસંદ કરે છે, મને પણ તેના ગીતો ગમે છે. તેના વિડીયો સોંગનો ભાગ બનવું એ મારા માટે ખુબ ખુશીની બાબતે છે. નુસરતે પ્યાર કા પંચનામા ૧-૨ થકી ઓળખ ઉભી કરી હતી. છેલ્લે ફિલ્મ સોનુ કે ટીટૂ કી સ્વીટી થકી નામના મેળવી લીધી છે. તેની આ ફિલ્મે સો કરોડનો બિઝનેસ કર્યો હતો.

 

 

(9:15 am IST)