ફિલ્મ જગત
News of Friday, 30th April 2021

માધુરી દીક્ષિતએ માનસિક તનાવ ઘટાડવા માટે શરૂ કર્યા ઓનલાઇન ડાન્સ અભિયાન

મુંબઈ: માધુરી દીક્ષિતે વર્લ્ડ ડાન્સ ડે નિમિત્તે એક નવું ઓનલાઇન ડાન્સ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો હેતુ કોવિડ રોગચાળા વચ્ચે હકારાત્મકતા ફેલાવવાનો છે. માધુરીએ કહ્યું હતું કે, 'ડાન્સ ડાન્સ હેશટેગ' અભિયાનનો ઉદ્દેશ સકારાત્મકતા સામાજિક સુખ અને નૃત્ય દ્વારા માનસિક અને શારીરિક તનાવને ઓછો કરવાનો છે. પહેલ થકી, સહભાગીઓ ડાન્સમાં માધુરી સાથે જોડાવા સાથે સાથે યુએસએ, સિંગાપોર, યુએઈ અને મોરેશિયસ સહિત વિશ્વભરના નર્તકો સાથે નૃત્ય કરશે. જે તેમના ક્ષેત્રમાં નૃત્ય દ્વારા પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.

(5:44 pm IST)