ફિલ્મ જગત
News of Friday, 30th April 2021

કાર્તિક જોઇ રહ્યો છે ધમાકાની રાહ

કાર્તિક આર્યને નાનકડી કારકિર્દીમાં જ બોલીવૂડમાં સફળતા મેળવી લીધી છે. જો કે હાલમાં તેણે કરણ જોહરની દોસ્તાના-૨ છોડી દીધા પછી તે વધુ ચર્ચામાં આવ્યો છે. કાર્તિકે આ વાતોથી બેધ્યાન બની પોતાની ફિલ્મ ધમાકા પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. કાર્તિકની આ ફિલ્મના રાઇટ્સ નેટફિલકસે અધધધ એકસો પાંત્રીસ કરોડમાં ખરીદી લીધા છે. કાર્તિકની બહુપ્રતિક્ષિત ફિલ્મમાંથી આ એક છે. નિર્માતા શકય એટલી ઝડપથી ફિલ્મને સિનેમા હોલ સુધી લાવવા ઇચ્છે છે. કાર્તિક માટે પણ આ ફિલ્મ ધમાકેદાર સાબિત થવાની છે. તેના ચાહકો પણ આ ફિલ્મ માટે ઉતાવળા છે. અક્ષય કુમારની લક્ષ્મી પણ રિલીઝ થયા પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર સો કરોડથી ઉપરમાં વેંચાઇ હતી. અજય દેવગણની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાને પણ એકસો બાર કરોડમાં ડિજીટલ પ્લેટફોર્મ માટે ખરીદવામાં આવી છે. કાર્તિકે ધમાકા ફિલ્મના દસ દિવસના શુટીંગ માટે  વીસ કરોડ ફી લીધી હતી. તેની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામા માટે તેને માત્ર ૧.૨૫ લાખ ફી જ મળી હતી.

(10:21 am IST)