ફિલ્મ જગત
News of Friday, 30th April 2021

ટીવી પરદાથી ખુશ છે શિવાંગી જોષી

ટીવી પરદે કામ કરતાં લગભગ દરેક કલાકારોની ઇચ્છા બોલીવૂડમાં પહોંચવાની હોય છે. અભિનેત્રી શિવાંગ જોષી છેલ્લા પાંચ વર્ષથી ટીવી શો યે રિશ્તા કયા કહેલાતા હૈ સાથે સંકળાયેલી છે. હવે તેના પાત્રમાં અનેકવિધતા પણ આવી છે. શિવાંગી કહે છે હું લાંબા સમયથી આ પાત્ર નિભાવી રહી છું. આમ છતાં હું એવો પ્રયાસ કરતી રહુ છું કે મારા રોલમાં સતત નવીનતા આવતી રહે. એકની એક ભુમિકા હોવા છતાં હું દરરોજ તેમાંથી કંઇક ને કંઇક નવું શીખી રહી છું. ટીવીના પરદાને કારણે જ પોતાની ઓળખ બની હોવાનું તે સ્વીકારે છે. બીજા કલાકારોની માફક જે શિવાંગીની ઇચ્છા પણ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ચોક્કસપણે છે. પરંતુ તે કહે છે હાલના તબક્કે તો મારા માટે ફિલ્મ કરતાં ટીવી શોમાં કામ કરવાનું વધુ બરાબર છે. હું ટચુકડા પરદાથી જ ખુશ છું. યે રિશ્તા કયા કહેલાતા હૈ શોમાં કામ કરવાની મજા આવી રહી છે. કંટાળો આવશે ત્યારે જાતે જ હું કંઇક નવું કરીશ.

(10:20 am IST)