ફિલ્મ જગત
News of Sunday, 29th November 2020

અંકિતા લોખંડેએ સુશાંતની યાદમાં જબરદસ્ત ડાન્સ કર્યો

મારા તરફથી તારા માટે પોસ્ટ કર્યું

નવી દિલ્હી, તા.૩ : અંકિતા લોખંડે એક જબરજસ્ત ડાન્સર છે, તેણે આ વાત સાબિત કરી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. તેનો આ વીડિયો એટલા માટે પણ ખાસ છે કારણ કે તે આ દ્વારા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહી છે.

અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે 'તારોં કે શહર મેં' ગીત પર ડાન્સ રિહર્સલ કરી રહી છે. અંકિતાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, આ વખતે પરફોર્મ કરવું અલગ અને મુશ્કેલ છે. મારા તરફથી તમારા માટે તે દુઃખદાયક છે.

અંકિતા એક એવોર્ડ શોમાં પરફોર્મ કરવા જઈ રહી છે. તે સુશાંતસિંહ રાજપૂતને સંગીત શ્રધ્ધાંજલિ આપશે. અંકિતાના આ વીડિયોથી તેના ચાહકો પણ ભાવનાશીલ બની ગયા છે. તેમણે કોમેન્ટમાં લખ્યું છે કે આ જોવું પણ મુશ્કેલ બનશે.

અંકિતા અને સુશાંત સિંહ રાજપૂત 'પવિત્ર રિશ્તા' ના સેટ પર મળ્યા હતા. આ પછી બંનેનો સંબંધ આગળ વધ્યો. બંને આ રિલેશનશિપમાં ૬ વર્ષ રહ્યા અને લગ્ન કરવાની પણ યોજના હતી. જોકે ૨૦૧૬ માં બંનેમાં બ્રેકઅપ થયું હતું. અંકિતા હવે વિકી જૈન સાથેના સંબંધોમાં છે.

(7:35 pm IST)