ફિલ્મ જગત
News of Sunday, 29th November 2020

ગંભીર માંદગીએ અંતે ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનો લીધો ભોગ

ગરબામાં ડાન્સર તરીકે હેલ્લારો ફિલ્મમાં ભૂમિકા ભજવી’તી

અમદાવાદ : ર૦ર૦નું વર્ષ વિશ્વ માટે તો ઘણું જ કપરૂ સાબીત થઇ જ રહ્નાં છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્ના છે. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મહેશ-નરેશ જેવી સુપરસ્ટાર જાડીને ગુમાવી તો ત્યારબાદ થોડા દિવસો પછી આશિષ કકકડ જેવા ટેલેન્ટેડ કલાકારને ગુમાવ્યા હવે ફરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેલ્લારોમાં ડાન્સર રહેલા અને પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપનાર ભૂમિ પટેલના નિધનથી ગુજરાતી ફિલ્ક ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઇ છે.

કરનાર ફિલ્મ એકટ્રેસ તરજાની ભાડલાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે મેî ભૂમિ સાથે વધારે કામ નથી કર્યુ પરંતુ જેટલો સમય સાથે વિતાવ્યો છે તે ખૂબ જ યાદગાર રહયો હતો.

હેલ્લારોમાં પોતાની ડાન્સ પ્રતિભાનો પરચો આપનાર ભૂમિ પટેલને અનેક એવોડર્સ પણ મળી ચૂકયા છે. ભૂમિ પટેલને એકસલન્સ ઇન કલ્ચરલ એકિટવિટીઝ ર૦૧૧-૧ર, ગરબા અને ફોક ડાન્સ માટે એવોર્ડ ડ્રામા રનર અપ, એકસલન્ટ અચિવમેન્ટ ર૦૧૩, સહિતના અનેક એવોર્ડ મળ્યા હતાં.

(1:27 pm IST)