અજય દેવગણની ફિલ્મ રેડમાં જોવા મળેલા 'સ્વેગ વાળી દાદી'નું નિધન
મુંબઇ, તા.૨૯: અજય દેવગણની ફિલ્મ રેડમાં કાર કરી ચૂકેલી એકટ્રેસ પુષ્પા જોશીનું મંગળવારે નિધન થઈ ગયું છે. પુષ્પાએ ફિલ્મ રેડમાં એકટર સૌરભ શુકલાની માતાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં પોતાની એકિટંગના કારણે તેમની ખૂબ પ્રશંસા થઈ હતી.
પુષ્પા ૮૫ વર્ષના હતા અને હાલમાં જ ફેવીકિવકની એડવર્ટાઝમેન્ટમાં જોવા મળી હતી. અહીંથી જ તેમને સ્વેગવાળી દાદી નામથી ઓળખાણ મળી. કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા જોશી પાછલા અઠવાડિયે પોતાના દ્યરમાં લપસી ગઈ હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. તેમને ફ્રેકચર થયું હતું.
ફિલ્મ રેડના ડિરેકટર રાજ કુમાર ગુપ્તાએ ટ્વીટર પર તેની જાણકારી આપી. તેમણે પુષ્પા જોશી સાથે ફોટો શેર કરતા લખ્યું, પુષ્પા જોશીજીના નિધનની ખબરથી ખૂબ જ દુઃખી છું. મારા ડિરેકશન કરિયરમાં રેડમાં તમારી એકિટંગને જોવી ખૂબ મહત્વની હતી. તમે સેટ અને તેની બહાર પણ હસમુખ અને જીવંત હતા. અમે તમને બહુ મિસ કરીશું.
આ ઉપરાંત કાસ્ટિંગ ડિરેકટર શિખા પ્રદીપે પણ પુષ્પા જોશીના નિધન પર દુઃખ વ્યકત કર્યું છે. તેમણે ફેસબુક પર પુષ્પા માટે પોસ્ટ કરી. ફિલ્મ રેડમાં કાજોલને અમ્માનું પાત્ર ભજવનાર પુષ્પા જોશીનું કામ પસંદ આવ્યું હતું. તેમણે પુષ્પાનો વિડીયો પણ શેર કર્યો હતો.