ફિલ્મ જગત
News of Friday, 29th November 2019

અનિલ કપૂરને સાડી કેમ પહેરાવી જેકી શ્રોફે?

અનિલ કપૂર અને જૈકી શ્રોફ હાલમાં સ્ટાર પ્લસ પર શરૂ થયેલા ''ડાન્સ પ્લસ-પ'' માં જોવા મળ્યાં હતાં. આ ડાન્સ રિયલિટી શોમાં જૈકી શ્રોફે અનિલ કપૂરના ગીત પર ડાન્સ કરીને તેને ટ્રિબ્યૂટ આપ્યું હતું. તેમ જ જૈકી શ્રોફે 'રામ લખન'ના ગીત 'માય નેમ ઇઝ લખન' પર ડાન્સ કરવા માટે અનિલ કપૂરને સાડી પણ પહેરાવી હતી. આ સાડી તેમણે પોતે અનિલ કપૂરને પહેરાવી ડાન્સ કર્યો હતો.

(11:38 am IST)