ફિલ્મ જગત
News of Thursday, 29th November 2018

અર્જુ કપૂર સાથેના પોતાના રિલેશનને મલાઈકાએ કર્યું સાંકેતિક જાહેર ! ગળામાં પહેર્યું પેન્ડલ

બંનેએ સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્સમાં એક શાનદાર અપાર્ટમેન્ટ ખરીદ્યો

મુંબઈ :બોલીવુડની સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં અભિનેતા અર્જૂન કપૂર સાથેના રિલેશનને લઈ ખુબ ચર્ચામાં છે જોકે  45 વર્ષની થઈ ચુકેલી અભિનેત્રી અર્જૂન કપૂરથી 12 વર્ષ મોટી છે.પરંતુ બને વચ્ચે અદભુત સબંધો હોવાનું સૌકોઈ માને છે .

  અર્જૂન કપૂર અને મલાઈકા વચ્ચેના સંબંધના સમાચાર આવવાના શરૂ થયા તો પહેલા તો ફેન્સને માનવામાં આવતું હતું, પરંતુ સમય-સમયે સામે આવતી તસવારોએ લોકોથી લોકોને હવે વિશ્વાસ થવા લાગ્યો. શરૂઆતમાં સંતાઈને મળતા હતા, હવે તો જાહેરમાં પાર્ટીમાં, ડિનર પર સાથે જાવા મળવા લાગ્યા. ત્યારે લાગ્યું કે બંને વચ્ચે કઈંક તો પકાઈ રહ્યું છે.

  હાલમાં મલાઈકાની એક તસવીર સામે આવી છે જે પ્રૂવ કરવા માટે ખુબ છે કે બંને વચ્ચેનો પ્રેમ પરવાના પર છે મલાઈકાએ ગળામાં એક પેન્ડલ પહેર્યું છે જેમાં AM લખ્યું છે. પેન્ડલમાં A અર્જુન કપૂર તરફ ઈસારો કરે છે જ્યારે M મલાઈકા તરફ. જોકે, તમને જણાવી દઈએ કે, મલાઈકાના પુત્રનું નામ પણ અરહાન ખાન છે અને પૂર્વ પતિનું નામ પણ અરબાઝ ખાન છે.

(12:46 am IST)