ફિલ્મ જગત
News of Thursday, 29th September 2022

દીપિકાની ફિલ્‍મ આવશે આવતા વર્ષે

દીપિકા પાદુકોણના ચાહકો તેને સતત ફિલ્‍મી પરદે જોવા આતુર છે. હવે દીપિકા શાહરૂખ ખાન સાથે પઠાનમાં જોવા મળવાની છે. આ ફિલ્‍મનું ડબિંગ તેણે શરૂ કરી દીધું છે. દીપિકાએ સોશ્‍યલ મીડિયા પર એની એક ઝલક પોસ્‍ટ કરી છે. આ ફિલ્‍મમાં તેની સાથે શાહરૂખ ખાન ઉપરાંત જોન એબ્રાહમ પણ છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.  આ ફિલ્‍મમાં પહેલી વાર જોન અને શાહરૂખ સાથે કામ કરી રહ્યા છે. દીપિકા અને શાહરૂખે અગાઉ ઓમ શાંતિ ઓમ, હેપી ન્‍યુ યર, ચેન્‍નઇ એક્‍સપ્રેસમાં કામ કર્યુ છે.  દીપિકા અને જોને અગાઉ દેસી બોયઝ અને રેસ-૨માં સાથે કામ કર્યુ છે. દીપિકાએ હાલમાં જ ઇન્‍સ્‍ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં ટેબલ પર સ્‍ક્રિપ્‍ટ અને માઇક જોઈ શકાય છે. આ ફોટો સાથે તેણે પઠાનના હેશટેગનો ઉપયોગ કર્યો હતો. આથી લાગી રહ્યું છે કે તે ડબિંગ કરી રહી છે.

(10:14 am IST)