ફિલ્મ જગત
News of Wednesday, 29th September 2021

વિદ્યુત જામવાલે ફિલ્મ "સનક" નું નવું પોસ્ટર આવ્યું સામે

 મુંબઈ: બોલિવૂડના એક્શન સુપરસ્ટાર વિદ્યુત જામવાલ ટૂંક સમયમાં સ્ક્રીન પર જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે, કારણ કે તેની આગામી ફિલ્મ ‘સનક’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની તૈયારીમાં છે. થોડા દિવસો પહેલા, અભિનેતાએ માહિતી આપી હતી કે તેની ફિલ્મ માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હવે આજે તેણે ફિલ્મના પ્રીમિયરની તારીખ પણ જાહેર કરી. વિદ્યુતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કર્યું અને કેપ્શન લખ્યું, "એક બાર સનક ગયી ના તો…"

(5:21 pm IST)