ફિલ્મ જગત
News of Tuesday, 29th September 2020

ગજરાજ, વિજય અને રણવીરની ત્રિપુટી ફરી દર્શકો સામે એક સાથે

વેબ સિરીઝની દુનિયામાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'પરિwar' નામની કોમેડી સિરીઝ આવી ચુકી છે. જેમાં રણવીર શોૈરી, વિજય રાજ, યશપાલ યાદવ, ગજરાજ રાવ જેવા દમદાર અભિનેતાઓ છે. સાથે  અભિષેક બેનર્જી અને નિધી સિંહ પણ ખાસ રોલમાં છે. આ સિરીઝમાં એવા પરિવારની વાત છે જ્યાં સોૈથી પહેલા પરિવારના સભ્યોનું મહત્વ નથી, પરંતુ ચાલીસ એકર જમીનનું મહત્વ છે. અલ્હાબાદમાં રહેતાં કાશીરામ (ગજરાજ રાવ)ના બાળકો મહિપાલ, શિશપુલા અને મંદાકિની મિલ્કત માટે ઝઘડા શરૂ કરે છે. જો કે કાશીરામે આ જમીન અગાઉથી જ ગંગારા (વિજય રાજ)ને વેંચી નાંખી હોય છે. કોમેડી એવી આ સિરીઝને દર્શકો પસંદ કરી રહ્યા છે. અગાઉ આવેલી લૂટકેસ ફિલ્મમાં પણ ગજરાજ રાવ, રણવીર શોૈરી અને વિજય રાઝએ દર્શકોને ખુબ હસાવ્યા હતાં. આ સિરિઝ ભેજાફ્રાયના નિર્દેશક સાગર બેલ્લારીએ બનાવી છે.

(10:09 am IST)