ફિલ્મ જગત
News of Thursday, 29th August 2019

પી વી સિંધુની બાયોપિકમાં તેના કોચનની ભૂમિકામાં નજરે પડી શકે છે અક્ષય કુમાર

મુંબઈ: પીવી સિંધુએ બેડમિન્ટન વર્લ્રડ ફેડરેશનમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતને ગર્વ અપાવ્યો છે. હવે તેની બાયોપિકની ચર્ચા ચાલી રહી છે. સોનૂ સૂદ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. અક્ષય કુમારે સિંધુ અને પુલેલા સાથે મુલાકાત કરી હોવાથી તે આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળે તેવી ચર્ચા છે. આ ફિલ્મમાં સિંધુના કોચ પુલેલા ગોપીચંદની ભૂમિકા અક્ષય કુમાર ભજવે તેવી શક્યતા છે. પુલેલાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતુ કે, મારુ પાત્ર અક્ષય ભજવે તો બહુ સારી વાત છે.  તેના અભિનયથી હું પ્રભાવિત છું. જોકે આ પાત્ર કોણ ભજવવાનું છે તે હું હજી જાણતો નથી. દીપિકા પદુકોણ બેડમિન્ટન જેવીરમતથી વાકેફ હોવાથી સોનૂ સૂદની ઇચ્છા છે કે, આ પાત્ર દીપિકા ભજવે. સોનૂ આ ફિલ્મ પર ઘણા વરસથી કામ કરી રહ્યો છે. 

(5:57 pm IST)