ફિલ્મ જગત
News of Thursday, 29th August 2019

ઇશાન-અનન્યાની ફિલ્મનું ૧૧મીએ શરૂ થશે શુટીંગ

બોલીવૂડમાં ધડક ફિલ્મથી એન્ટ્રી કર્યા પછી ઇશાન ખટ્ટર ફિલ્મોની રાહ જોઇ રહ્યો હતો. હવે તેના હાથમાં મકબૂલ ખાન નિર્દેશીત ફિલ્મ 'ખાલી પીલી' આવી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડેને લેવામાં આવી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ પછી અનન્યાને પણ ધડાધડ ફિલ્મો મળી રહી છે. ઇશાન અને અનન્યાની નવી ફિલ્મનો ફર્સ્ટ લૂક વાયરલ થયો છે. જેમાં બંને એક કારના ટેકે ઉભેલા અને એક બીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે. ઇશાન મુછવાળા સિકસ પેક લૂકમાં છે અને અનન્યા ડેનિમ શોટ્ર્સ અને વ્હાઇટ ટોપમાં મસ્ત લાગી રહી છે. ખાલી પીલી ફિલ્મનો સેટ મુંબઇમાં જ બનાવાયો છે. ઝી સ્ટુડિયોઝ અને ટાઇગર જિંદા હૈ તથા સુલ્તાન અને ભારત જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર અલી અબ્બાસ જફર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ૧૧મી સપ્ટેમ્બરથી ફિલ્મનું શુટીંગ શરૂ થશે અને ૨૦૨૦ની ૧૨મી જુને ફિલ્મ રિલીઝ થશે.

(9:59 am IST)