ફિલ્મ જગત
News of Wednesday, 29th August 2018

એકતાની નવી વેબ સિરીઝ 'હોમ'

ટીવી પરદાની રાણી ગણાતી એકતા કપૂર પોતાના પ્રોડકશન બેનર તળે બોલીવૂડની ફિલ્મો અને વેબ સિરીઝ પણ બનાવી રહી છે. ડિઝીટલ પ્લેટફોર્મ પર તેણે એક ચેનલ શરૂ કરી છે જેનું નામ ઓલ્ટ બાલાજી છે. આ ચેનલ પર તે દરેક વર્ગના લોકો માટે વેબ સિરીઝ આપતી રહે છે. હવે એકતા વધુ એક સિરીઝ લાવી રહી છે. જેનું નામ 'હોમ' રખાયું છે. આ સિરીઝમાં તે પોતાનું ઘર ધરાવતાં લોકોની કહાની દર્શાવશે. આ વખતે તે આ શોને અલગ જ રીતે પ્રમોટ કરવાની છે. તેણે એક ટુંકો વિડીયો બનાવ્યો છે જેમાં તે પિતા જીતેન્દ્ર સાથે જોવા મળી રહી છે. જીતેન્દ્ર તેમાં પોતાના પહેલા ઘરની યાદો દર્શાવી રહ્યો છે. એક ચાલમાં જુના પુરાણા ઘર પાસે પિતા-પુત્રી જોવા મળે છે.  એકતાનો નવો શો કસોટી જિંદગી કી ૧૦ સપ્ટેમ્બરથી આવી રહ્યો છે. 

(9:38 am IST)