ફિલ્મ જગત
News of Wednesday, 29th July 2020

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બિહારના પૂર પીડિતોને કરશે મદદ

મુંબઈ: બોલિવૂડની દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હવે આસામ બાદ બિહારના પૂર પીડિતો માટે મદદનો હાથ મૂક્યો છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસે પણ પૂરગ્રસ્ત બિહાર રાજ્યને દાન આપ્યું હતું. પ્રિયંકાએ જાણકારી તેના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ભારતમાં ચોમાસાથી દેશના ઘણા ભાગોમાં ભારે વિનાશ થયો છે. મારો જન્મ થયો તે બિહાર રાજ્ય સતત વરસાદને કારણે પૂરથી ભરાઈ ગયું છે. આસામની જેમ, લોકો પણ પ્રભાવિત થયા છે અને ઘણા લોકો વિસ્થાપિત થયા છે. તે લોકો મોટા વિનાશથી પીડાઈ રહ્યા છે, તેઓને દરેક શક્ય સહાયની જરૂર છે, જે આપણે કરી શકીએ. નિક અને મેં પહેલેથી થોડાં સંગઠનોને દાન આપ્યું છે, જેની ટીમો રાજ્યમાં સક્રિય છે અને શક્ય તમામ મદદ માટે આગળ છે. હવે તમારો વારો છે. ''

(4:51 pm IST)