ફિલ્મ જગત
News of Wednesday, 29th June 2022

‘DID સુપર મોમ્‍સ'માં ૭૬ વર્ષની મહિલાએ ડાન્‍સ કરીને મચાવી ધમાલ

મુંબઇ,તા. ૨૯ : ‘DID સુપર મોમ્‍સ'માં ૭૬ વર્ષની લક્ષ્મી નામની મહિલાના જબરદસ્‍ત પર્ફોર્મન્‍સને જોઈને સૌકોઈ ચોંકી ગયા હતા. ‘DID સુપર મોમ્‍સ'બીજી જુલાઈથી ઝી ટીવી પર શરૂ થવાનો છે. દર શનિવારે અને રવિવારે આ રિયલિટી ડાન્‍સ શો રાતે ૯ વાગ્‍યે ટેલિકાસ્‍ટ કરવામાં આવશે. તેમણે મરાઠી ગીત ‘ઝિંગાટ'અને બાદમાં ‘સૌદા ખરા ખરા'પર ડાન્‍સ કરીને ધમાલ મચાવી દીધી હતી. આ શોમાં જજ તરીકે ઊર્મિલા માતોન્‍ડકર, ભાગ્‍યશ્રી દાસાણી અને રેમો ડિસોઝા જોવા મળશે. આ જજને તેમણે પોતાના આશીર્વાદરૂપે ૧૦ રૂપિયા આપ્‍યા હતા. એને કીમતી જણાવતાં રેમો ડિસોઝાએ કહ્યું કે ‘તમે ખરા અર્થમાં પ્રેરણા છો અને તમારી એનર્જી તો અવિશ્વસનીય છે. છેલ્લા દાયકામાં મને અનેક અવોર્ડ્‍સ અને પૈસા મળ્‍યા છે, પરંતુ આજે તમે જે ૧૦ રૂપિયા આપ્‍યા છે એ તો મારા માટે સ્‍પેશ્‍યલ અને અણમોલ છે.'

તો બીજી તરફ તેમના પર્ફોર્મન્‍સની પ્રશંસા કરતાં ભાગ્‍યશ્રીએ કહ્યું કે ‘આજી, તમારી એનર્જી અને જોશ જોઈને તો હું ખૂબ પ્રભાવિત થઈ છું. મેં આજે ઘણાબધા પર્ફોર્મન્‍સ જોયા છે અને અનેક સ્‍પર્ધકો પર્ફોર્મન્‍સ આપ્‍યા બાદ પાણી માગે છે.

જોકે તમારી આટલી ઉંમરે તમે બમણા જોશ સાથે પર્ફોર્મ કર્યું અને પાણી પણ ન માગ્‍યું એ જોઈને જ હું ચોંકી ગઈ છું.'

(10:54 am IST)