ફિલ્મ જગત
News of Wednesday, 29th June 2022

ટીવી પરદેથી ફિલ્‍મી પરદે પહોંચી દેવોલીના

ટીવી પરદાની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી હાલમાં સાથ નિભાના સાથીયા-૨માં કામ કરી રહી છે. હવે તે ફિલ્‍મી પરદે પણ પહોંચી ગઇ છે. કૂકી નામની ફિલ્‍મમાં તે જર્નલિસ્‍ટનો રોલ ભજવી રહી છે. પ્રણવ જે. ડેકા દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મમાં પોતાને મહત્‍વની ભુમિકા મળતાં દેવોલીના ખુશ છે. તેણે કહ્યું હતું કે હું નવનીતા સેનના પાત્રમાં જોવા મળીશ જે જર્નલિસ્‍ટ હોય છે. હું પહેલી વાર જર્નલિસ્‍ટનું પાત્ર ભજવી રહી છું. આ ખૂબ જ રસપ્રદ પાત્ર છે. આ ફિલ્‍મમાં મારા દર્શકોને હું નવા રૂપમાં જોવા મળીશ. આ ફિલ્‍મની કહાની એક રેપ વિક્‍ટિમ પર આધારિત છે. જર્નલિસ્‍ટની હું હંમેશાં આભારી રહી છું. મારું માનવું છે કે આપણી સોસાયટીના તેઓ ખૂબ જ મહત્ત્વના સભ્‍યો  છે. તેઓ આપણને હંમેશાં એજ્‍યુકેટ અને અપડેટેડ રાખે છે. મને ઘણી વાર લાગ્‍યું છે કે રેપ વિક્‍ટિમ માટે કેસ જીતવા અને તેને ન્‍યાય મળે એ માટે જર્નલિસ્‍ટ મહત્ત્વનું પાત્ર ભજવે છે. આ કામ ખૂબ જ જવાબદારી સાથે આવે છે આથી હું માનુ છું કે દરેક વ્‍યક્‍તિએ પોતાના કામને લઇને પ્રમાણિક રહેવું જરૂરી છે.

(10:40 am IST)