ભાભીજી ઘર પર હે!નું શુટિંગ ફરીથી શરૂ થવાથી એકટર્સમાં છવાઈ ગઈ ખુશી
મુંબઈ,તા.૨૯ : 'ભાભીજી ઘર પર હે!' નું શૂટિંગ ઘણા મહિનાઓ બાદ શરૂ થતાં તમામ એકટર્સ ખુશ થયા છે. જોકે સેટ પરે સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોતાની ખુશી વ્યકત કરતાં વિભૂતિનું પાત્ર ભજવનાર આસિફ શેખે કહ્યું હતું કે સેટ પર લાંબા ગેપ બાદ પાછા ફરવું સારૂ લાગી રહ્યું છે. શૂટિંગ શરૂ થાય એની હું રાહ જોઈ રહ્યો હતો. સેટ પર આવીને ખુશી થઈ છે. અમે અકબીજાને ડિસ્ટન્ટ રાખીને હેલો અને નમસ્તે કહ્યું હતું. સેટ પર પહોંચતાં જ અમારી બોડીનું ટેમ્પરેચર અને ઓકિસજન મોનિટર કરવામાં આવ્યા હતા. અમે બધાએ માસ્ક પહેર્યા હતા અને કેમેરા સામે આવતાં જ માસ્ક ઉતાર્યા હતા. શૂટિંગની શરૂઆત ગણપતિજીની આરતી સાથે કરવામાં આવી હતી. અમે બધાએ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કર્યું હતું.
શોમાં અંગૂરીભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રેએ કહ્યું હતું કે સેટ પર પાછી ફરીને હું ખૂબ ઉત્સાહિત છું. ફ્રેશ એપિસોડને લઈને પણ ઉત્સુક છું. શરૂઆતમાં સેટ પર ટેકિનશ્યન્સ, સ્પોટ દાદા અને ક્રૂ સાથે દરરોજ સવારે હાજર રહેતાં હતાં. જોકે હવે ખૂબ ઓછા લોકો હતા. અમારી મોડર્ન કોલોની પણ અલગ દેખાતી હતી.