ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો શેર

મુંબઈ :બોલિવુડ એક્ટ્રેસ દિશા પટનીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં દિશા પટની એક ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે. દિશા પોતાના કોચ સાથે ગજબના ફ્લિપ મારી રહી છે. સ્ટંટ દ્વારે તેણે સાબિત કરી બતાવ્યુ છે કે તે પણ પોતાના બોયફ્રેન્ડ ટાયગર શ્રોફ કરતી જરાય પાછળ નથી. એક દિવસ પહેલા પોસ્ટ કરેલો વીડિયો 21 લાખથી વધુ વાર જોવાયો છે.

(12:17 am IST)