પોતાની બાયોપિકમાં અભિનય કરશે સની લિયોન
મુંબઈ:સની લિયોની એક અભિનેત્રી તરીકે હજી બોલીવૂડમાં સ્થાપિત થઈ શકી નથી, પરંતુ એ સતત અમુક યોજનાઓમાં પોતાને વ્યસ્ત રાખે છે. કોઈ વાર ફિલ્મ તો કોઈ સમયે આઇટમ સોંગ, તો ક્યારેક ઓફ સ્ક્રીન પ્રોજેક્ટ સાથે સતત સંકળાયેલી રહે છે. એ કંઈ પણ કરે, એની ખબર એના ચાહકો સતત રાખતા હોય છે. એક પોર્ન સ્ટારના રૃપમાં શરૃઆત કરી, સની બોલીવૂડ સુધી આવી અને હવે મેકઅપની દુનિયામાં એની કંપની મોટી બ્રાન્ડ છે. એના જીવનની ઘટનાઓ ખરા અર્થમાં પ્રેરણાત્મક છે. એટલે હવે એના પર એક વેબ ફિલ્મ બની રહી છે. 'કરણજીત કોર ઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની' પરથી એની બાયોપિક બની રહી છે. પોતાની ભૂમિકા સ્વયં સની નિભાવશે. હવે આમા સનીનો ભાઈ કોણ બનશે એ બહાર નથી આવ્યું, પણ એક વ્યક્તિ એના 'રીલ બ્રધર'ની ભૂમિકા મળવાથી ખુશ છે.