ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

પિતા અનિલ કપૂર સાથે સોનમની ફિલ્મનું ટીઝર રિલીઝ

મુંબઈ:સિનિયર અભિનેતા અનિલ કપૂર અને એની અભિનેત્રી પુત્રી નેશનલ એવોર્ડ વિજેતા સોનમ કપૂરને પહેલીવાર સાથે ચમકાવતી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાનું ટિઝર ગુરુવારે રજૂ થયું હતું. ટાઇટલ અનિલ કપૂરની હિટ ફિલ્મ ૧૯૪૨ લવ સ્ટોરીના એક હિટ ગીત પરથી લેવામાં આવ્યું છે. યોગાનુયોગે ગીત પર અભિનય કરી ચૂકેલા અનિલ કપૂર ફિલ્મમાં પુત્રી સાથે પહેલીવાર ચમકી રહ્યા છે. બંને ઉપરાંત ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવ અને જુહી ચાવલા પણ ચમકી રહ્યાં છે. બીજો એક જોગસંજોગ એવો છે કે ૧૯૪૨ લવ સ્ટોરીના સર્જક વિધુ વિનોદ ચોપરા અને મુન્નાભાઇ સિરિઝ જેવી હિટ ફિલ્મો આપનારા રાજકુમાર હીરાણીનું સહિયારું સર્જન છે

(5:36 pm IST)