2018ના અંત સુધી દબંગ-3નું શૂટિંગ શરૂ કરશે સલમાન ખાન
મુંબઈ:બોલીવુડ અભિનેતા સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ સુપરહિટ સાબિત થઈ હતી.આ ફિલ્મની સફળતા બાદ દબંગ-૨ને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી દર્શકો દબંગ-૩ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. સુત્રોનું કહેવુ છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનુ શુટિંગ શરુ કરી દેવામાં આવશે. ફિલ્મની વાર્તાને વધુ સારી બનાવવા માટે સ્ટોરી લાઈન અને શુટિંગ લોકેશનને લઈ આ વખતે મેકર્સ કેટલાક નવા ફેરફાર કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, દબંગ-૩નુ શુટિંગ ગાઝિયાબાદમાં કરવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ કમાણી મામલે રેકોર્ડ સર્જનાર દબંગ અને દબંગ-૨ બાદ હવે દબંગ-૩ની તૈયારી શરુ કરી દેવાઈ છે. ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન એક્શન અને કોમેડી અવતારમાં નજરે પડશે. તેમજ ફિલ્મમાં સોનાક્ષી સિંહા નજરે પડશે.