ફિલ્મ જગત
News of Friday, 29th June 2018

હિટ થવા દીપિકાને મળી હતી સર્જરી દ્વારા બ્રેસ્‍ટ મોટા કરાવવાની સલાહ!

શરૂઆતમાં દીપિકાને મળી હતી આવી સલાહ

મુંબઇ તા. ૨૯ : દીપિકા પાદુકોણ આજે બોલિવૂડ ટોચની એક્‍ટ્રેસમાં શામેલ છે પણ એક સમય એવો હતો જયારે તેને ઈન્‍ડસ્‍ટ્રીમાં ટકી રહેવામ માટે અનેક પ્રકારની સલાહો આપવામાં આવતી હતી. દીપિકાએ એક ઈન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું કે, એક સમયે તેને કોઈએ બ્રેસ્‍ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

એક મેગેઝીન સાથે વાત કરતા દીપિકાએ જણાવ્‍યું કે, ‘મને કરિયરની શરૂઆતમાં ઘણી સલાહો મળતી હતી. સ્‍તન સર્જરી કરાવવાની, બ્‍યૂટી કોન્‍ટેસ્‍ટમાં ભાગ લેવાની. સલાહકારોને લાગતુ હતું કે, આના કારણે પ્રોડ્‍યૂસર્સ મને નોટિસ કરશે અને ફિલ્‍મોમાં કામ આપશે. પણ હું એ પ્રકારની માનસિકતા ધરાવતી નહોતી.'

પોતાના ડેબ્‍યૂ વિશે વાત કરતા દીપિકાએ કહ્યું કે, ‘ઓમ શાંતિ ઓમ મારા માટે ડ્રીમ ડેબ્‍યૂ હતી. અદભુત કાસ્‍ટ, સુપર મ્‍યૂઝિક અને સૌથી મોટી વાત મારો હીરો શાહરુખ ખાન હતો.'

‘ઓમ શાંતિ ઓમ' બાદ દીપિકાએ સ્‍પીડ પકડી. કેટલીક ફલોપ ફિલ્‍મોને છોડી દઈએ તો તેનું અત્‍યાર સુધીનું કરિયર સુપરહિટ રહ્યું છે. ગત વર્ષે તેણે ‘XXX - રીટર્ન ઓફ જેંન્‍ડર કેઝ'થી ડેબ્‍યૂ કર્યું હતું.

રિપોર્ટ અનુસાર, દીપિકાને સંજય લીલા ભણસાલીની ફિલ્‍મ ‘પદ્માવત'માં લીડ રોલ માટે ૧૨ કરોડ રૂપિયા મળ્‍યા હતા. આ ફિલ્‍મમાં તેને પોતાના કો-સ્‍ટાર્સ રણવીર સિંહ અને શાહિદ કપૂરથી પણ વધુ ફી મળી હતી.

(10:51 am IST)